ડોક્સિંગ એ છે જ્યારે તમારી વ્યક્તિગત માહિતી જેવી કે તમારું સરનામું, ટેલિફોન નંબર વગેરે, અન્ય લોકો દ્વારા ઑનલાઇન પ્રકાશિત કરવામાં આવે છે, આ માહિતીનો ઉપયોગ કરીને તમને હેરાન કરવા માટે ઑનલાઇન સભ્યોને ખુલ્લેઆમ આમંત્રણ આપવામાં આવે છે.

આપણે શા માટે ચિંતા કરવી જોઈએ?

આ ગુનામાં વ્યક્તિની અંગત માહિતી તેમના વિરુદ્ધ કેટલાક ખોટા આરોપો સાથે સાર્વજનિક કરવામાં આવે છે, અન્ય લોકોને ઓનલાઈન હેરાન કરવા માટે ઉશ્કેરવામાં આવે છેતેમની ગોપનીયતા પર ઘુસણખોરી કરવામાં આવે છે અને અપમાનજનક અને કરુણ અનુભવોમાંથી પસાર થાય છે, જેના કારણે સામાજિક કલંક થાય છે.